અંદાજે 2 મહિના કોરોના-લૉકડાઉનના પગલે ફ્લાઈટો બંધ રહી છે. જે હવે આજે ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. હાલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટોને જ મંજૂરી આપવામાં આવી છે. આવી જ એક ફ્લાઈટ દિલ્હીથી બેંગલુરૂ પહોંચી હતી. જેમાં વિહાન નામનો એક 5 વર્ષનો બાળક પણ આવ્યો હતો.
5 વર્ષનો વિહાન દિલ્હીથી એકલો જ બેંગ્લુરૂ આવ્યો છે. તેને લેવા માટે તેની માતા એરપોર્ટ પર પહોંચી હતી. વિહાનને ફ્લાઈટ સ્ટાફે તેની માતા સુધી સુરક્ષિત પહોંચાડ્યો હતો.
આ અંગે વિહાન શર્માની માતા મંજરી શર્માએ જણાવ્યું કે, તેમનો પુત્ર છેલ્લા 3 મહિનાથી દિલ્હીમાં હતો. જ્યાં તે તેના દાદા-દાદી પાસે હતો અને પછી લૉકડાઉનના કારણે ત્યાં જ અટવાઈ ગયો.
જણાવી દઈએ કે, ડૉમેસ્ટિક ફ્લાઈટો શરૂ થયા બાદ કર્ણાટકના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાર સુધી બે ફ્લાઈટો આવી ચૂકી છે. આમાંથી જ એક ફ્લાઈટમાં વિહાન પણ આવ્યો હતો.