મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં સોમવારે સાંજે ૬.૦૦ કલાકે ૧૦ વર્ષ જૂની ૫ માળની તારીક ગાર્ડન નામની બિલ્ડિંગ મોટા અવાજ સાથે તૂટી પડતા ૨૦૦ કરતા પણ રહેવાસીઓ કાટમાળમાં ફસાઇ ગયા હતા. તારીક ગાર્ડન મહાડના તળાવ કિનારે આવેલી બિલ્ડિંગ હતી અને લગભગ એક કલાક સુધી હાલકડોલક થયા બાદ તૂટી પડી હતી. મહાડના કાજલપુરા વિસ્તારમા આવેલી આ બિલ્ડિંગમાં ૪૦-૫૦ પરિવાર રહેતા હતા. બિલ્ડિંગના ત્રણ માળ તૂટી પડતા બાકીના બે માળે રહેતા લોકો ગભરાટમાં બહાર દોડી ગયા હતા.