5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. તો જાણીએ એક્ઝિટ પોલ મુજબ 5 રાજ્યમાં કયા પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે.
સ્ટ્રેટપોલનો સર્વે - તેલંગાણામાં કોંગ્રેસને 49-59 બેઠકો મળવાની ધારણા છે, શાસક પક્ષ BRSને 48-58 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 5-10 બેઠકો મળી શકે છે. તે જ સમયે, AIMIMને 6-8 બેઠકો મળી શકે છે. રાજ્યમાં કુલ 119 વિધાનસભા બેઠકો છે.
ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 57 અને ભાજપને 33 સીટો મળવાની ધારણા છે. જોકે, અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે જ જાહેર થશે.
સી વોટર સર્વેના અનુમાન મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 41-53 બેઠકો, ભાજપને 36-48 બેઠકો મળવાની ધારણા છે. ચૂંટણીના અંતિમ પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.
જન કી બાત સર્વે મુજબ રાજસ્થાનમાં ભાજપની વાપસીની અપેક્ષાઓ છે. ભાજપને 100-122 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે કોંગ્રેસને 62-85 બેઠકો મળવાની સંભાવના છે.
ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 57 અને ભાજપને 33 સીટો મળવાની ધારણા છે. જોકે, અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે જ જાહેર થશે.
પોલસ્ટ્રેટના સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 110-110 બેઠકો મળવાની આશા છે. જ્યારે, કોંગ્રેસને 90-100 બેઠકો મળી શકે છે. અન્યને 5-15 બેઠકો મળી શકે છે.
પોલસ્ટ્રેટના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો મળવાની આશા છે. બીજી તરફ, કોંગ્રેસને 111 થી 121 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે.
પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 100-110 બેઠકો મળવાની ધારણા, કોંગ્રેસને 90-100 બેઠકો મળવાની ધારણા છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના અંદાજો આવવા લાગ્યા છે. AXIS MY INDIA ના સર્વે અનુસાર છત્તીસગઢમાં બીજેપીને 36-46 સીટો મળવાની આશા છે. જ્યારે, કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આશા છે. જ્યારે અન્યને 1-5 બેઠકો મળવાની ધારણા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી શકે છે. સર્વે મુજબ કોંગ્રેસ રાજ્યમાં 111 થી 121 સીટો જીતી શકે છે. જ્યારે, શાસક પક્ષ ભાજપને 106-116 બેઠકો મળવાની ધારણા છે.