રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના કંધેવાડિયા ગામમાં જુગાર ધામ પર દરોડા કરી 8.97 લાખની રોકડમાંથી 8.48 લાખ રૂપિયાની કટકી કરનારા પાંચ કોન્સ્ટેબલ સામે જિલ્લા પોલીસ વડાએ સપાટો બોલાવ્યો છે. પોલીસે આ મામલે પાંચેય કૉન્સ્ટેબલની ધરપકડ કરી તેમની સામે ફરિયાદ નોંધી છે.