Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જન્માષ્ટમી આવતા જ સૌરાષ્ટ્રવાસીઓ શ્રાવણીયો જુગાર રમવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર અને કચ્છમાં પોલીસે જુગાર રમતા જુગારીઓને પકડી પાડ્યા છે. જેમાં જુનાગઢ પોલીસે યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 શખ્સોને ગત રાત્રે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. હાલ તો પોલીસે તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

LCBએ ધવલ દોમડિયા સહિત 5ની અટકાયત કરી

જુનાગઢ LCBને ગત રાત્રે મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસે યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

1. યુટ્યુબર ધવલ જયેન્દ્રભાઈ દોમડિયા (ઉં.વ.24)
2. કમલેશ હરસુખભાઈ ટાંક (ઉં.વ.32)
3. નંદન બકુલભાઈ પંડ્યા (ઉં.વ.24)
4. ધવલ દેવશીભાઈ ભેડા (ઉં.વ.24)
5. જીગર હિમાંશુભાઈ કેલૈયા (ઉં.વ.24)

આરોપીઓ પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

પોલીસે દરોડા પાડી જુગાર રમતા પાંચેય શખ્સો પાસેથી રોકડ રૂપિયા 25 હજાર 90, 8 મોબાઈલ ફોન અને 2 બાઈક સહિત કુલ 1 લાખ 15 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે જ પાંચેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જીગલી અને ખજૂરના ફની વીડિયોથી ધવલ દોમડિયા જાણીતો બન્યો

સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ફની વીડિયોના કોન્સેપ્ટ પર ધવલ દોમડિયા કામ કરે છે. એક સમયે તેમાનો એક એટલે ‘જીગલી અને ખજૂર’ ફેમ ધવલ દોમડિયા ‘જીગલી’ પાત્રને લઈને સોશિયલ મીડિયા પર વધુ પોપ્યુલર બન્યો હતો. ધવલ વર્ષ 2015થી ફની વીડિયો બનાવે છે. એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ફની વીડિયો બનાવી લોકોને ખડખડાટ હસાવતા ધવલને આ વીડિયોની પોપ્યુલારિટી દ્વારા ગુજરાતી ફિલ્મ ‘આવું જ રેશે’માં એક્ટિંગનો ચાન્સ મળ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ