આજે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટાભાગના ભક્તિ નદીકિનારે જતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો દ્વારા 5માંથી 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવવા જતા 5 લોકો ડૂબ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને બાળકી, મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.