કચ્છના મુંદ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી લીધા. પરિવારની એક મહિલાને બચાવવા જતા એક પછી એક પાંચે લોકો ડૂબી ગયા અને તેમના મોત થઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.