કેન્દ્રની મોદી સરકારે કોંગ્રેસી નેતા શશિ થરૂરને સંસદીય સમિતિના અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે. ત્યારે ભાજપના એક સાંસદ સહિત સંસદની સ્થાયી સમિતિના 5 સદસ્યોએ શનિવારના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સંયુક્તરૂપે પત્ર લખીને IT સમિતિના પ્રમુખ તરીકે શશિ થરૂરને ફરીથી નિયુક્ત કરવા માટે આગ્રહ વ્યક્ત કર્યો છે.
શશિ થરૂરે પણ સરકારના આ નિર્ણય મામલે ચૂપકિદી તોડી છે. તેમણે પોતે સરકારના અસામાન્ય નિર્ણયથી નિરાશ છે અને આ પ્રકારની અસહિષ્ણુતાથી સંસદીય લોકશાહીને નુકસાન થાય છે તેમ જણાવ્યું હતું.