વન વિભાગની સિંહ સંરક્ષણની નોંધપાત્ર કામગીરીના કારણે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી વન વિભાગની ખાંભા રેંજમાં એક જ સિંહણે પાંચ સિંહ બાળને જન્મ આપ્યો છે.
અમરેલીના ખાંભા રેંજમાં ભાવરડી અને રાણીગપરા વચ્ચે પથ્થરમાળા આવેલી છે. આ પથ્થરમાળાના ડુંગરોમાં સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે એક સિંહણ બે ત્રણ કે ચાર સિંહ બાળને જ એક વારમાં જન્મ આપતી હોય છે પરંતુ પાંચ સિંહ બાળ જન્મતાં વન વિભાગે સ્થળ પર પહોંચીને સિંહણની દેખરેખ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ અગાઉ ક્રાકચ રેંજમાં પાંચ સિંહ બાળનો જન્મ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં 10થી વધુ સિંહ બાળનો જન્મ થતાં વન વિભાગની સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે. નોંધનીય છે કે અગાઉ અમરેલી જિલ્લામાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના કારણે સિંહોના મૃત્યુ થવાની ઘટના બાદ સિંહોની સંખ્યા અંગે વિવાદ સર્જાયો હતો પરંતુ જે રીતે સિંહ બાળના જન્મ થઈ રહ્યાં છે તેને જોતા ગુજરાતમાં આગામી વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.