મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવેપર અનેક વાહનોની વચ્ચે ટક્કર થતાં પાંચ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મંગળવારે પરોડે ત્રણ ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ તેનું પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું. ઓવરસ્પીડ ટ્રક ચાલક દ્વારા પોતાના વાહન પર નિયંત્રણ ગુમાવ્યા બાદ આ ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી.