દેશમાં દક્ષિણ બાદ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદે કેર વર્તાવાનું શરૂ કર્યું છે. રવિવારે સવારથી જ હિમાચલ અને ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ ચાલુ થયો હતો. બન્ને રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ૩૯ લોકોનાં મોત થયા હતા. સિમલાના આરટીઓ કાર્યાલય પાસે મોટું ભૂસ્ખલન થયું હતું તેમાં ૩ લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદને પગલે સિમલા તથા કુલ્લુમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. કિન્નોર જિલ્લાના રિબ્બા વિસ્તારમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતા નેશનલ હાઇવે નં. ૫ પર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ૫૦,૦૦૦ કરતા પણ વધારે પ્રવાસીઓ અટવાયા હતા. સિમલા નજીક ભારે વરસાદને કારણે સેંકડો લોકો લાપતા બન્યા હતા. બીયાસ નદીની આસપાસ ભૂસ્ખલન થયા બાદ મંડી અને કુલ્લુ શહેરોની વચ્ચે ચંદીગઢ-મનાલી હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરાયો હતો તો કુલ્લુ શહેર નજીકનો બેલી બ્રિજ પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો. મંડી જિલ્લાના પંચવક્ત્ર મંદિરની સામે પૂરનું પાણી એટલું બધું વધી ગયું કે કાર તરવા લાગી હતી. હિમાચલમાં ભૂસ્ખલન થતા ૮૫૦ કરતાં પણ વધારે રસ્તાઓ બંધ કરી દેવાયા હતાં.