અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
શહેરમાં આઠ જેટલા ઝાડ પડવાના બનાવ નોંધાયા છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશન, ડ્રાઇવઇન રોડ તેમજ આશ્રમ રોડ પર ઝાડ પડવાના બનાવ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમદાવાદના અખબારનગર, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યા સર્જાઈ છે.