હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં.
છોટાઉદેપુરમાં મોડી રાતે 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદને કારણે છોટાઉદેપુરની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ હતી. જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાત્રી દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે.