અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી લઈને ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના ભારેે આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 5.8 રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તાર સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હોવાનો દાવો કરાયો હતો. રાતે 9:34 વાગ્યાના સુમારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે.