સિક્કીમમાં સોમવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેને પગલે લોકોમાં થોડા સમય માટે દોડધામ જોવા મળી હતી. ભૂકંપનો આ આંચકો સિક્કીમમાં રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ આવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર સિક્કીમમાં ભૂકંપનો આંચકો ભારત-ભૂતાન સરહદ નજીક જ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેટાળમાં 10 કિમી દુર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ભૂકંપની અસર જે વિસ્તારમાં જોવા મળી હતી ત્યાં સંપતી કે ઘરોને કોઇ નુકસાન થયું હોવાના અહેવાલો નથી. પણ થોડા સમય માટે લોકોમાં નાસભાગ જોવા મળી હતી.