આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં 4થી વનડે મેચ રમાશે. રાંચીમાં રમાયેલી 3જી વન ડે મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમ આજની મેચ જીતીને સિરીઝ પર કબજો મેળવવા માટે પ્રયાસ કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સિરીઝને 2-2થી બરાબર કરવા માટે ભારતીય ટીમને ભારે પડકાર આપશે. જણાવી દઈએ કે, હાલ આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.