સત્તાવાળાઓએ ૮૧૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ જીએસટી ચોરી સમગ્ર દેશના ૪૯૦૯ નકલી બિઝનેસ એકમો દ્વારા કરવામાં આવી હતી તેમ મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
મધ્ય પ્રદેશના કોમર્શિયલ ટેક્સ કમિશનર લોકેશ કુમાર જાટવે જણાવ્યું હતું કે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટને ઇન્દોરમાં એક કંપનીના ઇ વે બિલોની મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન મોટી કરચોરીના સંકેત મળ્યા હતાં