કુવૈતનાં મંગાફ શહેરમાં એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ 50 મોત થયાં છે જે પૈકી 49 ભારતીયો હતા. તેમજ તે આગને લીધે 50થી વધુને ઝાળ લાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મોટાભાગના મૃત્યુ ધુમાડો શ્વાસમાં જવાના લીધે થયા છે, કારણ કે આગ લાગી ત્યારે રહેવાસીઓ સૂઈ રહ્યા હતા. જો કે ખાસ્સા લોકોને બચાવી લેવાયા હતા. છ માળના બિલ્ડિંગમાં 200થી વધુ ભારતીયો રહેતા હતા. તેમા મુખ્યત્વે મલયાલી, કેરાલિયન અને ઉત્તર ભારતીયો હતા. આ આગ સવારે છ વાગે લાગી હતી.