Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં 3 મેના રોજ સવારે સાડા દસ વાગે બધા 464 ગામોમાં એકસાથે એક સમયે સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ અંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે, નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પ્રજા અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ગામોમાં એકસાથે સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી સંપૂર્ણપણે લોકડાઉનના નિયમો તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા આ પ્રકારની એગ્રેસીવ કામગીરી રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાઈ રહી છે.

અમદાવાદ જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું, કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ નીચે જિલ્લાના 464 ગામોમાં એક સાથે આ કામગીરી હાથ ધરાનાર છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સેનિટેાઇઝેશન એ ખૂબ મહત્વની બાબત છે, ત્યારે આ કામગીરી માટે કુલ 3 લાખ લિટર દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી આ માસ મુવમેન્ટ હાથ ધરાનાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ