ભારતીય એરલાઈન્સ બોમ્બની બોગસ ધમકીઓની લહેર સામે ઝઝૂમી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં આશરે ૭૦ આવી ધમકીઓ મળી હતી. લગભગ ૭૦ ટકા ધમકીઓનું પગેરુ એક જ અજાણ્યા સોશિયલ મીડિયા હેન્ડલ પર મળ્યું છે જેમાંથી બે દિવસમાં ૪૬ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ત્યાર પછી એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધો હતો. ભારતીય એજન્સીઓ ધમકીના મૂળમાં જવાનો પ્રયાસ કરી રહી છે. એરલાઈન્સને તહેવારના સમયે આવી ધમકીને કારણે ધમાચકડી સર્જાવાની ચિંતા સતાવી રહી છે.