દિલ્હીના ૪૬ લાખ લોકોને મળતી વીજ સબસિડી આજથી બંધ થઇ જશે કારણકે એલજી વી કે સકસેનાએ ગ્રાહકોને વીજ સબસિડી આપવાની ફાઇલ પર સહી કરી નથી તેમ દિલ્હીના વીજ પ્રધાન આતિશીએ જણાવ્યું છે.
જો કે એલજીના કાર્યાલયે જણાવ્યું છે કે ૨૦૨૩-૨૪ માટે વીજ સબસિડી ચાલુ રાખવા માટેની ફાઇલને એલજી સક્સેનાએ મંજૂરી આપી દીધી છે અને આતિશી એલજી પર ખોટા આક્ષેપ મૂકી રહી છે.