ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું બુધવારે સમાપન થયું હતું. મહાકુંભના ૪૫માં અને અંતિમ દિવસે સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડુબકી લગાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 45 દિવસના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ ૬૬.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. જ્યારે અંતિમ દિવસે આશરે 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી હતી.