ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક જ વિસ્તારમાં રહેતા 45 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે ઉલ્લેખનીય છે કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં અને એ પણ એક જ વિસ્તારના દર્દીઓ કે જેમને કોરોનાને હરાવ્યો હોય એવો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે. આ તમામ દર્દીઓને કાઉન્સિલિંગ બાદ આજે રજા આપવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા નાગરવાડાના 45 દર્દીઓને આજવા રોડ ખાતે આવેલી ઈબ્રાહિમ બાવની ITI ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામ દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ તમામ દર્દીઓએ પ્લાઝમા ડોનર બનવા માટેની તૈયારી દર્શાવી છે.