માળખાગત સુવિધાઓના નિર્માણમાં માર્ગ સુવિધા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ ૧૫ તબક્કાઓમાં ૧૨ હજાર કિ.મી.ના રસ્તાના કામો પૂર્ણ કરી દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ માર્ગોને રૂ.૨૦૨ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો ૨૭ જિલ્લાને લાભ મળશે અને ગ્રામીણ ખેડૂતોને અવરજવરમાં તેમજ ખેત પેદાશોની હેરફેર માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં જે રસ્તાઓને ૧૦ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા રૂ.૧૦૩.૪૪ કરોડની અંદાજી રકમના ૫૬૫ કીમી લંબાઇના ૨૪૫ રસ્તાઓના રીસરફેસના કામને તથા જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થયા હોય તેવા રૂ. ૯૯.૩૭ કરોડની અંદાજી રકમના ૫૩૮ કીમી લંબાઇના ૧૯૮ રસ્તાઓ એમ કુલ મળીને રૂ. ૨૦૨.૮૧ કરોડની અંદાજીત રકમના ૧૧૦૩ કીમી લંબાઇના ૪૪૩ રસ્તાઓના રીસરફેસીંગના કામો હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.