મહેસાણામાં પબ્લિક ઓટો કલબના નામે રૂ.3150 ભરી રોજ રૂ.50નું, મહિને રૂ.એક હજારનું તથા 12 મહિને રૂ.12 હજારનું પેટ્રોલ, ડીઝલ કે ગેસ ફ્રી, આ પ્રકારની લોભામણી સ્કીમમાં 4200 વ્યક્તિઓને દોઢ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવી ઉઠમણું કરવાની તૈયારીમાં રહેલા બે ઠગો સામે ગુજરાતમાં સૌપ્રથમ વખત જિલ્લા પોલીસ ખુદ ફરિયાદી બની છે.