સમગ્ર રાજ્યમાં હાલમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જો કે, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સતત બીજા દિવસે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે ખેડામાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. વળી, કંડલા એરપોર્ટમાં 43, અમદાવાદમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.