આતંકી સંગઠન હમાસના હુમલા બાદ વિફરાયેલા ઇઝરાયેલ દ્વારા ગાઝા પર બેફામ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર વધુ ૪૦૦ હવાઇ હુમલા કર્યા છે, જેને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૦૦ લોકો માર્યા ગયા છે. હમાસના આતંકીઓના ખાતમાના દાવા સાથે ઇઝરાયેલ દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે જોકે આ હુમલાનો ભોગ ગાઝામાં રહેતા નિર્દોશ નાગરીકો બની રહ્યા છે. અગાઉ એક હોસ્પિટલ પર હુમલામાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા જ્યારે હવે ૭૦૦ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. તાજેતરના હુમલાની જાણકારી ખુદ ઇઝરાયેલ દ્વારા આપવામાં આવી છે.