કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવામાં આવી છે, જે માટેના સુધારા બિલને આખરે વિધાનસભામાં મંજૂરી મળી ગઇ હતી. જોકે સરકારના આ નિર્ણયને લઇને વિપક્ષ ભાજપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ સ્પીકરની ચેરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે તેમને માર્શલો દ્વારા ટિંગાટોળી કરીને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.