ગુજરાતમાં 25મી જૂનથી ચોમાસું વિધિવત રીતે શરૂ થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદમાં પણ બે દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.