એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવા મામલે આરોપી શંકર મિશ્રા પર ચાર મહિનાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. એરલાઇન્સ તરફથી આ માહિતી શેર કરાઈ હતી. ૨૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ ન્યુયોર્કથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેણે એક વૃદ્ધ મહિલા સહયાત્રી પર દારૂના નશામાં પેશાબ કરી દીધો હતો.