ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં અડવાણી સહિત 4 વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પાંચ વિભૂતિયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'ભારત રત્ન' સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે 'ચેન્જ ઓફ ગાર્ડ' સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.