કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. મોદી કેબિનેટે જુલાઈ 2022 માટે મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનો DA વધીને 38 ટકા થઈ ગયો છે. મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ 2022થી લાગુ થશે. એટલે કે જુલાઈથી જ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા DAનો લાભ મળશે. આ માટે 2 મહિના (જુલાઈ અને ઓગસ્ટ)નું ડીએ એરિયર પણ આપવામાં આવશે. અગાઉ, સરકારે માર્ચ 2022 માં DAમાં વધારાને મંજૂરી આપી હતી, જે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે.