ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. 18 અને 19 જૂને નવ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં 7 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. NEET UG પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવી હતી. 4 જૂને પરિણામ જાહેર થયું હતું. ત્યારથી NEET UG પરીક્ષાને લઈને હોબાળો ચાલી રહ્યો છે.
જે ઉમેદવારોની પટનામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી અનુરાગ યાદવને 185 માર્ક્સ, આયુષ રાજને 300 માર્ક્સ, અભિષેકને 581 માર્ક્સ અને શિવાનંદન કુમારને NEET UG પરીક્ષામાં 483 માર્ક્સ મળ્યા છે.