શનિવારે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે મહિનામાં જીએસટી કલેક્શન એકવાર ફરી એક લાખ કરોડને પાર રહ્યું છે. સતત આઠમી વખત જીએસટી કલેક્શન એક લાખ કરોડથી વધુ રહ્યું છે.
તાજેતરના આંકડા અનુસાર ગત મે મહિનામાં 102709 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જે એપ્રીલ મહિનાના મુકાબલે ઓછુ છે. કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉન અને અન્ય પ્રતિબંધો લગાવાયા હતા જેની અસર માર્કેટ પર જોવા મળી હતી.
જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વખતે 102709 કરોડ રૂપિયા જીએસટી કલેક્શનમાં મળ્યા, જેમાં સીજીએસટી એટલે કે કેન્દ્રનું જીએસટી 17592 કરોડ, એસજીએસટી એટલે કે રાજ્યોનું જીએસટી 22,653 કરોડ રૂપિયા અને ઇંટીગ્રેટેડ આઇજીએસટી 53,199 કરોડ રૂપિયા તેમજ સેસ રૂ. 9265 કરોડ છે.