Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ અને મહિસાગર જિલ્લાના આદિજાતિ ગામો-વિસ્તારોના ધરતીપુત્રોને સરળતાએ સિંચાઇ પાણી પુરૂં પાડવા સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણય અનુસાર પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી પાનમ હાઇલેવલ કેનાલમાંથી પાઇપલાઇન અને ઉદવહન દ્વારા આ બે જિલ્લાના 38 ગામોના 53 તળાવો ભરવામાં આવશે. વિજય રૂપાણીએ આ હેતુસર રૂ. 216 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સિંચાઇ યોજનાના પિયત વિસ્તારની ભૌગોલિક સ્થિતી અને નાના-સિમાંત ખેડૂતો આર્થિક સક્ષમ ન હોવાથી સરેરાશ 10 થી 15 મીટર જેટલું પાણી ઉદવહન કરીને લઇ જઇ શકતા નથી. ઉપરાંત આ વિસ્તાર અવાહક અને ખડકાળ હોવાથી અહિં સિંચાઇ માટે પાણી પુરૂં પાડવું એ પડકાર રૂપ છે.

મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોની સમસ્યાના સંવેદનાસ્પર્શી સુચારૂ ઉકેલ રૂપે રૂ. 216 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના અન્વયે પંચમહાલ અને મહિસાગરના 38 ગામોના 53 તળાવો 86.5 કિ.મીટર જેટલા પાઇપલાઇન નેટવર્કથી જોડીને 6 જેટલા જુદા જુદા સ્થાનો પરથી પાણી ઉદવહન (લીફટ) કરીને ભરવાનું આયોજન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ