સતત પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદે ફરી મુંબઈ માટે આફત ઊભી કરી દીધી છે. મુંબઈગરાને ૨૬ જુલાઈની યાદ અપાવતી કાલની અતિવૃષ્ટિએ શહેરમાં ઠેરઠેર તળાવો સર્જી દીધા હતા. મહારાષ્ટ્રના ચાર શહેરોમાં દીવાલ પડવાના કારણે અને અન્ય અકસ્માતે છેલ્લાં ૨૪ કલાકમાં ૩૮ લોકોનાં ભોગ લીધા હતા. મલાડમાં દીવાલ ધસી પડવાના કારણે ૨૧ લોકોનાં મોત થાય છે. તે ઉપરાંત સબ-વેમાં કારમાં ફસાઈ જતાં બે લોકોનાં અને વીજ કરન્ટથી વિલેપાર્લેમાં ૧નું મોત થયું છે. મુલુંડમાં દીવાલ પડવાથી ૧નું મોત થયું હતું. બીજી તરફ પુણેમાં દીવાલ પડતા ૬ લોકોનાં અને કલ્યાણમાં ૩નાં મોત થયા હતા. નાશિકમાં પાણીની ટાંકી પડતાં ૩નાં મોત થયા હતા જ્યારે બુલઢાણામાં વીજળી પડતાં ૧નું મોત થયું હતું. મલાડના મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રીએ પાંચ-પાંચ લાખની આર્થિક સહાય જાહેર કરી હતી.