ભારતમાં કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું હવે બ્રિટનમાંથી આ મુદ્દે અવાજ ઊઠી રહ્યો છે. તાજેતરમાં બ્રિટનના ૩૬ જેટલા સાંસદો દ્વારા ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. મૂળ ભારતીય અને લંડનમાં શીખોની વસતી ધરાવતા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ૩૬ જેટલા સાંસદો દ્વારા બ્રિટનના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પત્ર લખવામાં આવ્યો હતો. સાંસદોએ પત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને બ્રિટન સરકારે આ મુદ્દે તાકીદે ભારત સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ.