મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરને જામીન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે આ કેસે સમગ્ર બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી.
સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ને પણ પ્રશ્ર કર્યો હતો કે ૩૬૪૨ કરોડ રૃપિયાના યસ બેંક કૌભાંડની તપાસ કેમ આટલી લાંબી ચાલી?
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ ટિપ્પણી કરી હતી કે આ કેસેે સમગ્ર ભારતીય બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી.