દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ 27 રાજ્યમાં પહોંચી ગયું છે. સંક્રમિતોની સંખ્યા પણ 650 પાર થઈ ગઈ છે. 16 દિવસમાં 16 પોઝિટિવ દર્દીના મોત થયા છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 35 વર્ષના દર્દીનું મોત થયું છે. દેશમાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી મોતની આ પ્રથમ ઘટના છે. મધ્ય પ્રદેશ ઉપરાંત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય વૃદ્ધ, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય વૃદ્ધ તથા રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 75 વર્ષની મહિલાનું મોત થયું છે.