જમ્મુ- કાશ્મીરના કિશ્તવાડમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. કિશ્તવાડ જિલ્લામાં ૫૫ લોકોને લઈને જઈ રહેલી એક મિની બસ ખીણમાં ખાબકતાં ૩૫ લોકોનાં મોત થયા છે તો ૧૭ લોકો ઘાયલ થયા છે. કેશવાનથી કિશ્તવાડ જતી બસ ઢોળાવ પર બેકાબૂ બનેલી બસ ખીણમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને સૈન્યની મદદથી મોટી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે ૭:૩૦ કલાકની આસપાસ આ દુર્ઘટના બની હતી. રાજ્યપાલ મલિકે મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખની સહાય જાહેર કરી હતી. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વાહન ખીણમાં ખાબકતા ૮ લોકોનાં મોત થયાં હતાં.