મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 328 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 3648 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોરોનાના કારણે 11 લોકોના મોત થવાથી રાજ્યમાં મૃતકોની સંક્યા વધીને 211 થઈ ચૂકી છે. જ્યારે શનિવારે 34 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં 365 લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
જો દેશની વાત કરીએ તો, શનિવારે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે, ભારતમાં આ જીવલેણ વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 14792 પહોંચી ચૂકી છે. જ્યારે મૃતકોની સંખ્યા 488 થઈ ગઈ છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 957 નવા કેસો સામે આવ્યા છે અને 36 લોકો મોતને ભેટ્યા છે.