દેશમાંથી નક્સલવાદના ખાત્મા માટેના અભિયાનના ભાગરૂપે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોએ રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બિજાપુરમાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૧ મહિલા સહિત ૩૧ નક્સલીઓ માર્યા ગયા છે જ્યારે બે જવાન શહીદ થઈ ગયા હતા અને બે જવાનોને ઈજા થઈ હતી. છેલ્લા એક મહિનામાં નક્સલીઓ સામે સુરક્ષાદળોનું આ સૌથી મોટી કાર્યવાહી છે.