લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એવામાં દેશના રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળેલા ફંડના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પક્ષોને એક જ વર્ષમાં ૩૦૭૭ કરોડ રૂપિયાની આવક થઇ છે. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ ફંડ મેળવવામાં ગત વર્ષે પણ અગ્રેસર રહ્યો છે. ભાજપને સૌથી વધુ ૨૩૬૧ કરોડ રૂપિયા મળ્યા છે. આ આંકડા અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાં ભાજપને સૌથી વધુ ૭૬.૭૩ ટકા નાણા મળ્યા છે.