ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે વલસાડમાં એકનું મૃત્યુ નિપજ્યું છે. રાજ્યભરમાં આજે કુલ 312 લોકોનું રસીકરણ કરાયું છે.