કર્ણાટક સરકારે એક આદેશ કરીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અંદાજે 3000 જેટલા એસસી (અનુસૂચિત જાતિ) અને એસટી (અનુસૂચિત જનજાતિ)ના અધિકારીઓને નીચલી પાયરીએ ઉતારી દીઘા છે. કારણ કે રાજ્યની વિધાનસભામાં પસાર કરાયેલા પ્રમોશન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકમાં એક મોટો વિવાદ સર્જાયો છે.