રમજાન માસમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી લાજપોર સેન્ટ્રલ જેલમાં ૩૦૦ મુસ્લિમ કેદીઓ રોજા રાખીને અલ્લાહની બંદગી કરે છે. મુસ્લિમ કેદીઓ સમગ્ર રમજાન માસમાં રોજા રાખીને પોતાના દ્વારા થયેલા ગુનાઓનું પ્રાયિૃત કરશે. લાજપોર જેલમાં કાચા અને પાકા કામના ૩૦૦ જેટલા કેદીઓ રોજા રાખીને સમગ્ર દિવસ ઉપવાસ કરે છે. તેઓ સાંજે નમાજ અદા કરીને રોજો છોડે છે. જેલમાં મુસ્લિમ કેદીઓ માટે અલગ બેરેકની વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફ્રુટ આપવામાં આવે છે.