કોરોના વાયરસે ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ કોહરામ મચાવ્યો છે. ઈરાનમાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધી 54 લોકોના મોત થયા છે અને નવા 385 કેસ સામે આવ્યા છે. ત્યારે અહીં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવશે. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રવિવારે કહ્યું કે, બન્ને દેશના અધિકારીઓ તેના વિશે વાત કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે લગભગ 350 કાશ્મીરી વિદ્યાર્થીઓ અને શીખ શ્રદ્ધાળુઓ ઈરાનથી પરત આવવાની રાહ જોઇ રહ્યાં છે. જણાવી દઈએ કે, અગાઉ ભારતે ઈરાનથી આવનારી ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી.