'દાના' વાવાઝોડું ગુરૂવાર રાત્રે અથવા શુક્રવાર સવારે ઓડિશાના દરિયાકિનારે ટકરાઈ શકે છે. ત્યારબાદ તે પશ્ચિમ બંગાળ પહોંચે તેવી આગાહી છે. સરકાર અને સ્થાનિક જિલ્લા તંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાથી બચાવ માટે NDRFની 288 ટીમો ઓડિશામાં તૈનાત કરાઈ છે. આ સિવાય રાજ્યના 14 જિલ્લાઓથી 10 લાખ લોકોનું સુરક્ષિત શિબિરો પર સ્થળાંતર કરાયું છે. જ્યારે આ વાવાઝોડું સપાટી પર આવે છે ત્યારે તેની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.