રાજ્યસભામાં ઝારખંડમાંથી કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલી કંપનીઓ પર ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ત્રણ દિવસથી ચાલી રહી છે. આ દરોડામાં આઈટીના એક જ ઓપરેશનમાં કાળા નાણાંની અત્યાર સુધીમાં ઈતિહાસની સૌથી મોટી જપ્તી કરાઈ છે. ઓડિશાની કંપનીના સંકુલમાંથી અત્યાર સુધીમાં રૂ. ૩૦૦ કરોડની રોકડની ગણતરી કરવામાં આવી છે. હજુ ૭ રૂમ અને ૯ લોકરની તપાસ કરવાની બાકી હોવાથી આ કાર્યવાહી ક્યારે અટકશે તે અંગે માત્ર અટકળો જ થઈ શકે તેમ છે.