યુકેની સામાન્ય ચૂંટણીમાં મૂળ ગુજરાતી શિવાની રાજા પણ જીતતાં બ્રિટનની સંસદમાં પ્રીતિ પટેલ પછી વધુ એક ગુજરાતી યુવતીની એન્ટ્રી થઈ છે. શિવાની રાજાનો પરિવાર મૂળ દીવનોં છે. ૧૯૯૪ના જુલાઈમાં જન્મેલાં શિવાની માત્ર ૩૦ વર્ષનાં છે.
લેસ્ટરમાં ૨૦૨૨માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પછી ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ઘટના બની હતી. તેના કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે થયેલા ઘર્ષણને કારણે મતો વહેંચાઈ જતાં શિવાનીને ફાયદો થયો છે. શિવાની રાજા ૨૦૧૭માં મિસ ઈન્ડિયા-યુકે સ્પર્ધામાં સેમી ફાઈનલિસ્ટ હતી.